હવે આપણે કટ્ટર ડાબેરીઓના નિશાન બની રહ્યા છીએ તેમ છતાં આપણી નેશન ફર્સ્ટ આઈડીઓલોજીને પરાસ્ત નહી કરી શકે
નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઉપર ગઇ કાલે થયેલ હત્યાના પ્રયાસમાંથી બચી ગયા. પરંતુ તેઓને ઇજા થઇ હતી. આ ઇજામાંથી તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી આશા વ્યક્ત કરતાં આસામના મુખ્યમંત્રી હિંસા વિશ્વા સરમાએ કહ્યું હતું કે અત્યારે દુનિયાભરમાં જમણેરી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે. કટ્ટર ડાબેરીઓ તેમને નિશાન બનાવે છે. આમ છતાં તેઓ નેશન ફર્સ્ટ આઈડીયોલોજી (રાષ્ટ્ર સર્વપ્રથમ તે આદર્શ)ને પરાસ્ત નહી ંકરી શકે.
ભારતના સંદર્ભમાં તેઓએ કહ્યું હતું કે દુનિયાભરમાં જમણેરી નેતાઓ ઉપર શારિરીક કે અન્ય રીતે આક્રમણો થઇ રહ્યાં છે. પરંતુ તેથી રાષ્ટ્ર સર્વપ્રથમ તે સિદ્ધાંતને તેવો પરાસ્ત નહીં જ કરી શકે. ભારતમાં તે સિદ્ધાંત તો સનાતનકાળથી ચાલ્યો આવ્યો છે. જનની જન્મભૂમિ શ્ચ સર્વાદપિ ગરીયચી (માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે) આમ પોતાના ઠ પોસ્ટ ઉપર લખતાં તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પને હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ ખડક સમાન મજબૂત ઉભા રહ્યા છે તે માટે હું તેઓને શુભેચ્છાઓ પાઠવું છું. રાષ્ટ્ર સર્વ પ્રથમ તે તેઓનો સિદ્ધાંત બીજમંત્ર બની રહો.