પ્રકાશ વિશે આપણ જાણો

સામાન્ય રીતે આપણે જોઈ શકીએ તેવા કિરણોને પ્રકાશ કહીએ છીએ. વિજ્ઞાનીઓ પ્રકાશને ઇલેકટ્રોમેગ્નેટિક રેડિએશન કહે છે.

*  પ્રકાશનું સફેદ કિરણ ઘણા બધા રંગોનું બનેલું છે. આપણે તેમાંનાં સાત રંગ જોઈ શકીએ છીએ. ઘણા પ્રાણીઓ અને જંતુઓ અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોને પણ જોઈ શકે છે.

*  પ્રકાશ શૂન્યાવકાશમાં સેકંડે ૩ લાખ કિલોમીટરની ગતિથી આગળ વધે છે.

*  પાર દર્શક કાચ કે પાણીમાં પસાર થતા પ્રકાશની ઝડપ ઓછી હોય છે.

*  સૂર્યનો પ્રકાશ દરિયાના પાણીમાં ૮૦ કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચે છે. 

*  પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે વંકાય છે. પાણી ભરેલા ગ્લાસમાં મૂકેલી પેન્સિલનો પાણીમાં રહેલો ભાગ સહેજ ત્રાંસો દેખાય છે.

*  પ્રકાશની હાજરીમાં વનસ્પતિ ફોટોસિન્થેસિસની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે.

*  સૂર્યનાં કિરણો આપણી ચામડીમાં વિટામિન ‘ડી’ પેદા કરે છે.

*   કિરણ ફોટોન નામના કણોનો સમૂહ છે.

*  પ્રકાશના કિરણો જુદી જુદી તરંગ લંબાઈના હોય છે. લંબાઈ પ્રમાણે તેના વિવિધ રંગ દેખાય છે.

*   પ્રકાશનું એક કેન્ડેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *