મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારો ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ઙાવ ઔંશદીઠ ૨૩૧૬થી ૨૩૧૭ વાળા નીચામાં ૨૨૯૬ થયા પછી ફરી વધી ૨૩૨૪થી ૨૩૨૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ ફરી વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૩૫૦૦ તથા ૯૯.૯૦ના ૭૩૭૦૦ રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ જો કે આજે કિલોદીઠ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૮૯૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૮.૯૫થી ૨૮.૯૬ વાળા નીચામાં ૨૮.૬૮ થઈ ફરી વધી ઉંચામાં ૨૯.૧૫થી ૨૯.૧૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૦૯૮૨ વાળા રૂ.૭૧૧૦૫ જ્યારે ૯૯.૯૦ના રૂ.૭૧૨૬૭ વાળા રૂ.૭૧૩૯૧ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૬૯૪૪ વાળા રૂ.૮૭૦૪૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા પ્લસમાં રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૧૦૧૭ થઈ ૧૦૦૬થી ૧૦૦૭ ડોલર રહ્યા હતા. જો કે પેલેડીયમના ભાવ ઔંશના ૯૫૦થી ૯૫૧ વાળા નીચામાં ૯૧૯ થઈ ૯૩૮થી ૯૩૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ મક્કમ હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક વધ્યાના વાવડ હતા.વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૮૫.૩૭ વાળા ઉંચામાં ૮૬.૦૬ થઈ ૮૫.૮૭ ડોલર રહ્યા હતા. જયારે યુએસ ક્રૂડના ભાવ ૮૧.૩૧ વાળા ૮૧.૬૬ થઈ ૮૧.૪૦ ડોલર રહ્યા હતા.