પ્રિયંકાનો દેશી નુસ્ખો વાયરલ થયો.ઓસ્ટ્રેલિયામાં ધી બ્લફના શૂટિંગ દરમિયાન પગમાંઈજાથી રક્તસ્ત્રાવ, ચાહકો ચિંતિત.
પ્રિયંકા ચોપરા અસલ દેશી ગર્લ પુરવાર થઈ છે. ઓસ્ટ્રેલિયામાં તેને ‘ધી બ્લફ’ના શૂટિંગ વખતે પગમાં ઈજા થયા બાદ તેણે તળિયાના ભાગે લસણ રગડયું હતું. પ્રિયંકાએ વિવિધ વીડિયો શેર કર્યા છે. તેમાંથી તે એક વીડિયોમાં પોતાના પગ પર લસણ રગડતી જણાય છે. આ વીડિયો જોઈ ચાહકો ચિંતિત બન્યા હતા અને તેને ફરી કોઈ એક્શન દૃશ્યના શૂટિંગમાં ઈજા થઈ કે કેમ તેવી પૂછપરછ કરી હતી. કેટલાક ચાહકોએ તેને લસણના ઉપયોગનું કારણ પણ પૂછ્યું હતું. પ્રિયંકાએ એક ચાહકને જવાબ આપતાં કહ્યું હતું કે આ રીતે લસણ ઘસવાથી તાવ અને સોજાની તકલીફમાં ફાયદો થાય છે. તેનો આ વીડિયો અને આ જવાબ વાયરલ થયાં છે. પ્રિયંકાને ‘ધી બ્લફ’ના શૂટિંગમાં અગાઉ ગળા પર પણ ઘસરકા પડયા હતા અને તેણે તેની તસવીરો પણ શેર કરી હતી.