મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જુના સ્વજન-સ્નેહિ-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ થાય.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.
કર્ક : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. મોસાળપક્ષ સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ ખર્ચ રહે.
સિંહ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત મહેનતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કન્યા : ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. જમીન મકાન વાહનના કામમાં આપે સંભાળવું પડે. ખર્ચ જણાય.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે કુટુંબ-પરિવારના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ધાર્યા પ્રમાણે કામ થઇ શકે.
મકર : આપના ગણત્રી ધારણા અવળા પડતાં કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. સાસરીપક્ષ મોસાળ પક્ષે ચિંતા-દોડધામ ખર્ચ રહે.
કુંભ : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી નિકાલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો જણાય.
મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર સગા સંબંધીવર્ગનું કામકાજ રહે.