રણવીર સિંહે લૂક બદલ્યો, બ્રહ્માસ્ત્ર ટૂની તૈયારી હોવાનો સંકેત

  બ્રહ્માસ્ત્રના બીજા ભાગમાં રણવીર દેવની ભૂમિકામાં. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ કરવાનો પ્લાનઃ જોકે, કોઈ સત્તાવાર જાહેરાત નહિ.

રણવીર સિંહે પોતાનો લૂક બદલી નાખ્યો છે. ચાહકો તેના આ નવા લૂકને વખાણી રહ્યા છે. પરંતુ, સાથે સાથે તે ‘બ્રહ્માસ્ત્ર ટૂ’મા દેવની ભૂમિકાની તૈયારી કરી રહ્યો હોવાની અટકળ પણ તેના બદલાયેલા લૂકના આધારે વ્યક્ત કરી રહ્યા છે. અયાન મુખર્જીઅ  બ્રહ્માસ્ત્રના ત્રણ ભાગ બનાવવાની જાહેરાત કરી હતી. દર્શકો હવે બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.  બીજા ભાગનું શૂટિંગ ૨૦૨૫માં શરુ થઈ રહ્યાના અહેવાલો હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફિલ્મની કાસ્ટ અંગે પણ હજુ કોઈ ઘોષણા કરાઈ નથી. ફિલ્મના પહેલા ભાગમાં રણબીર કપૂર અને આાલિયા ભટ્ટ મુખ્ય રોલમાં હતા. હવે બીજા ભાગમાં રણવીરની મુખ્ય ભૂમિકા હશે તેમ મનાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *