મીરા રાજપૂતે જાતે છત્રી પકડવાની તસ્દી ન લેતાં ટ્રોલ થઈ

મીરા શું કોઈ રાજકુમારી છે, તેવો સવાલ વીડિયો ઉતરી રહ્યો છે તેવું જણાતાં સ્ટાફરે છત્રી બંધ કરી અને મીરા વરસાદમાં ચાલી.

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે વરસાદ દરમિયાન જાતે છત્રી પકડવાને બદલે એક સ્ટાફરને છત્રી પકડાવી દીધી હતી. તેને લીધે નેટ યૂઝર્સે મીરા શું ક્યાંયની રાજકુમારી છે કે કેમ તેમ કહી તેને ભારે ટ્રોલ કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, મીરા રાજપૂત એક હાથમાં મગ અને પોતાનો સેલ ફોન પકડીને ઝરમર વરસાદમાં ચાલી રહી છે,જ્યારે તેની પાછળ તેનો એક માણસ તેને છત્રી ઢાંકતો જોવા મળી રહ્યો છે. રસપ્રદ તો એ છે કે, તેનો વીડિયો લેવાઇ રહ્યો છે તે જાણ થતાં જ  તેના સ્ટાફના માણસે છત્રી બંધ કરી  દીધી હતી અને તે બાજુ પર ખસી ગયો હતો .  તે પછી મીરા વરસાદમાં  જ ચાલવા માંડી હતી. આ વીડિયો વિશે જાતભાતની ટિપ્પણી થઈ રહી છે. કેટલાય લોકોએ કહ્યુ હતું કે દુનિયાની અન્ય સેલિબ્રિટીઓ, રાષ્ટ્રોના વડાઓ પણ પોતાની છત્રી પોતે જ પકડીને ચાલતા હોય તેવું સામાન્ય છે. ભારતમાં જ આવી સામંતશાહી માનસિકતા જોવા મળે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *