કંગના ૧૫થી ૨૭ કરોડ સાથે બીજા સ્થાને સૌથી વધુ ફીની રીતે પ્રિયંકા ત્રીજા, કેટરિના ચોથા અને આલિયા ભટ્ટ પાંચમા સ્થાને.
બોલીવૂડની હાઈએસ્ટ પેઈડ એકટ્રેસની યાદીમાં દીપિકા પાદુકોણ સૌથી ટોચ પર છે. દીપિકા ફિલ્મ દીઠ મહત્તમ ૩૦ કરોડ રુપિયા મેળવે છે. બોલીવૂડની અન્ય કોઈપણ અભિનેત્રીને આટલી ફી મળતી નથી. ફોર્બ્સની યાદી અનુસાર દીપિકા પછી બોલીવૂડમાં વધુ ફી મેળવનારી અભિનેત્રી કંગના રણૌત છે. તે દરેક ફિલ્મ માટે ૧૫ થી ૨૭ કરોડ રૂપિયા મહેનતાણું લે છે. પ્રિયંકા ચોપરા ૧૫થી પચ્ચીસ કરોડની ફી સાથે ત્રીજા સ્થાને જ્યારે કેટરીના કૈફ ૧૫થી પચ્ચીસ કરોડની ફી સાથે ચોથા સ્થાને છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે,આલિયા ભટ્ટ આ યાદીમાં પાંચમા સ્થાન પર આવે છે. તે પ્રતિ ફિલ્મ ૧૦ થી ૨૦ કરોડ રૂપિયા ફી લે છે. અન્ય અભિનેત્રીઓના મહેનતાણાની વાત કરીએ તો, કરીના કપૂર ખાન ૮ થી ૧૮ કરોડ રૂપિયા, શ્રદ્ધા કપૂર ૭ થી ૧૫ કરોડ રૂપિયા અને વિદ્યા બાલન આઠ થી ૧૪ કરોડ રૂપિયા મહેનતાણું મેળવે છે. અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચન અનુક્રમે ૮ થી ૧૨ અને ૮ થી ૧૦ કરોડ રૂપિયા મહેનતાણું મેળવે છે. ઉલ્લેખનીય છે કે દીપિકાની ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. તે પછી ‘સિંઘમ અગેઈન’ ફિલ્મમાં તે લેડી કોપની ભૂમિકામાં દેખાશે.