આશરે સાડા તેર કલાકનો દિવસ રહેશે

શુક્રવાર તારીખ 21 જૂન જેઠસુક- 14ના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે અને આ દિવસ સાથે જ ભારતીય સંસ્કૃતિ મૂજબ અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે દક્ષિણાયણ શરૂ થશે. અર્થાત્ વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ આ દિવસથી સૂર્ય ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વળશે જે કારણે તેને દક્ષિણાયણ કહે છે. આ સાથે તા. 23થી જેઠ માસનો કૃષ્ણપક્ષ (વદ) શરૂ થશે અને તેના પર જ્યોતિષીઓનું વિશેષ ધ્યાન એટલે છે કે આ પખવાડિયુ આ વખતે વર્ષો બાદ 13 દિવસનું છે. 

રાજકોટ,અમદાવાદ,સુરત સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ તા. 21 જૂનના દિવસ 13.50 કલાકનો રહેશે અને રાત્રિ 10.50 કલાકની એટકે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે. જો કે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એક સાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે. ત્યારબાદ તા. 22 જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે.

ભારતમાં ઉત્તરાયણ એ પ્રકાશનો,ઉર્જાનો સમયગાળો ગણાય છે અને તે કારણે સૂર્ય તા. 22 ડિસેમ્બરે ઉત્તર તરફ ઢળવા લાગે તે સમય બાદ તા. 14 જાન્યુઆરીને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે દક્ષિણાયણ એ સાધના માટે, શરીર અને મનની શુધ્ધિ માટેનો ઉત્તમ સમય ગણાય છે. શાસ્ત્રોમાં બન્નેનું અનેરૂ મહત્વ હોય છે. દક્ષિણાયણમાં જ ચતુર્માસ આવે છે. તેમજ આગામી તા. 17 જૂલાઈએ દેવશયની એકાદશી આવશે અને દેવદિવાળીએ દેવઉઠી એકાદશી હોય છે જે દેવોનો વિશ્રામનો સમય ગણાય છે. તા. 23 જૂને જેઠવદ-બીજથી કૃષ્ણપક્ષનું પખવાડિયુ શરૂ થશે. આ પખવાડિયામાં એકમ તથા અગિયારસનો ક્ષય છે તેથી તે 13 દિવસનું છે. જેના કારણે એવી માન્યતા પણ છે કે આ પખવાડિયામાં ભારતમાં 1962માં ચીન સાથે અને 1999માં કારગીલ યુધ્ધ થયું હતું અને આવા પખવાડિયામાં યુધ્ધ,આપત્તિની સંભાવના વધે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *