વિશ્વ કલ્યાણાર્થે પૂજનીય, પ્રેરણાત્મક કોઇ મંત્ર હોય તો તે છે, ગાયત્રી મંત્ર…માનવ માત્ર એ ગાયત્રી ઉપાસના થકી જ જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા મળતી હોય છે. ગાયત્રીની સારા જગને સાધ્ય કે વશ કરી લેવાની તક મળતી હોય છે. માનવ-માત્રમાં સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે જેને ગાયત્રી મંત્ર દ્વારા જાગ્રત કરવાની થાય છે. માનવમાં રહેલા આદર્શો કે પછી સંસ્કારો દ્વારા માનવ જીવનમાં પ્રગતિકારક કે સુખાકારી જીવન સાદગીપૂર્ણ જીવન, સમર્પણનો ભાવ માનવ સમુદાયમાં ઉત્તમોત્તમ કાર્યરચનાની નિષ્ઠા ઉદિત થતી હોય છે. ગાયત્રી માતામાં ધ્યાન કે એકાગ્ર થવાથી જીવનમાં અનર્થોથી બચી જવાય છે, વર્તમાન સંજોગોમાં માનવ દિશા શૂન્ય, સ્વાર્થસભર કે અન્ય કોઇને ઉતારી પાડવો. નીચા દેખાડવાનો પ્રયાસ કરતો હોય એવું જણાઈ આવે છે. સંતાનોમાં ઉમદા આદર્શોને તો કેળવવા પડતા હોય છે. થોડું અઘરુ કામ છે, પણ ધાર્મિક મનોવૃત્તિ કે નિઃસ્પૃહય વર્તણૂક થકી સારા માનવ સમુદાયમાં શ્રેયકર કે પ્રેરક જીવન બનતું હોય છે. ગાયત્રી મંત્રની ઉપાસના થકી માનવમાં રહેલા દુષ્કર્મો, કુ સંસ્કારોની તિમિરોમાંથી ગાયત્રી મંત્ર થકી ઉલેચાઈ જાય છે. મહાપુરુષોએ પણ પોતાના જીવનને વિશ્વ કલ્યાણાર્થે મંત્ર ઉપાસના ઉજાગર કરેલી જ હોય છે, જેના દ્વારા સારા વિશ્વમાં પૂજનીય, આદર્શ, વંદનીય થાય છે. વર્તમાન સંજોગોમાં છૈં (આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ)ને પ્રાધાન્ય અપાય છે. રોબોટ દ્વારા ભૌતિક સુખ સાહ્યબીનો માનવ અનુભવે છે. વર્તમાન માણસને પ્રત્યક્ષ કાર્યોમાં વિશ્વાસ હોય છે. પરોક્ષ શક્તિઓ. અગોચર શક્તિઓમાં તે વિશ્વાસ કે શ્રધ્ધા વ્યક્ત કરી શકવાને સમર્થ નથી હોતો. ગાયત્રી તો પૃથ્વી પરની કામધેનુ સમી છે. સાંસારિક ઉલઝનો માયાજાળમાં સૂઝબૂઝ ન પડે ત્યારે સ્થિત પ્રજ્ઞા થઇને ગાયત્રી મંત્ર ઉપાસના કરવી જોઇએ. જીવનમાં કોઇને કોઇ પ્રકારનું માર્ગદર્શન કે ગાઇડન્સ મળી જતું હોય છે.