વરુણ ધવન અને નતાશા પેરેન્ટસ બન્યાં : પુત્રીનો જન્મ

વરુણના પિતા ડેવિડ ધવને વધામણી આપી. આલિયા ભટ્ટ સહિતની ફિલ્મી હસ્તીઓએ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યાં.

વરુણ ધવન અને નતાશા દલાલ હાલ એેક પુત્રીના પેરન્ટસ બન્યા છે. યુગલને ત્યાં ત્રીજી મેના રોજ એક  કન્યારત્નનો જન્મ થયો છે. જેના શુભ સમાચાર પુત્રીના દાદ ડેવિડ ધવને આપ્યા હતા.   આલિયા ભટ્ટ સહિતની બોલીવૂડ હસ્તીઓએ વરુણને અભિનંદન પાઠવ્યાં હતાં. વરુણે બીજા દિવસે એક વીડિયો પણ શેર  કર્યો હતો,તેણે દીકરીના જન્મની ખુશાલી વ્યક્ત કરી હતી અને ઈશ્વરનો આભાર માન્યો હતો. સાથે સાથે તેણે પુત્રી જન્મ માટે શુભેચ્છા આપનારા સૌને પણ ધન્યવાદ પાઠવ્યાં હતાં.ગઈકાલે સાંજે વરુણ હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. તે પરથી નતાશાની ડિલિવરી નક્કી થઈ ગઈ હોવાની અટકળો પ્રસરી હતી. બાદમાં મોડી રાતે  તેને ત્યાં દીકરી જન્મી હોવાના સમાચાર પ્રસર્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *