મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી ફાયદો થાય.
વૃષભ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. સરળતા રહે.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ આપને અડચણ રખાવે. ખર્ચ થાય.
કર્ક : સીઝનલ ધંધામાં આકસ્મિક લાભ-ફાયદો મળી રહે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપના ચિંતા-પરેશાની ઓછાં થતાં જાય.
સિંહ : સગા-સંબંધીવર્ગ, મિત્ર વર્ગ-ઘર-પરિવારના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીરે-ધીરે કામનો ઉકેલ આવતો જાય. રાહત થતી જાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા થતી જાય. પ્રગતિ જણાય.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું પડે.
વૃષિક : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો. હર્ષ-લાભ રહે.
ધન : સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગને સાચવવાનો પ્રયાસ કરવો. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાકીય ભીડ અનુભવાય.
મકર : આપની મહેનત-બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મહત્વના નિર્ણય લઈ શકાય.
કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. મિત્રવર્ગથી સંભાળવું
મીન : આપના કામમાં ઉપરી વર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.