બોલિવુડમાં   સરોગસીથી  સંતાન મેળવનારા   ઘણા છે, જેમ કે શાહરૂખ ખાન, આમિર ખાન, એકતા કપૂર, તુષાર કપૂર, કરણ જોહર વગેરે, પરંતુ ગ્લેમર ડોલ  ઈશા ગુપ્તાએ  ભવિષ્યમાં ઈચ્છા પડે અને અનુકૂળતા હોય ત્યારે  મોમ બની શકાય તે માટે પોતાના  એગ્સ (સ્ત્રી-બીજ)  ફ્રીઝ કરી દીધા હતા.  એ વિશે વાત કરતા ઐતિહાસિક  નાણાવટી કેસ પર આધારિત  ફિલ્મ ‘રુસ્તમ’ની આ ગ્લેમરસ વેમ્પ કહે  છે,’ હું મારા સ્પેનિશ  બોયફ્રેન્ડ  મેન્યુઅલને  મળી એ પહેલાં જ મેં ૨૦૨૧માં  મારા એગ્સ ફ્રીઝ કરી દીધા હતા. મેં એવું વિચાર્યું  છે કે હું હેલ્ધી છુ ંત્યારે જ મારા એગ્સ ફ્રીઝ કરી લઉં. મને બાળકો એટલા ગમે છે કે હું એક્ટર ન હોત તો અત્યાર સુધીમાં  ત્રણ સંતાનોની મમ્મી બની ચુકી હોત.  ૨૦૧૯માં  મેન્યુઅલ સાથે મુલાકાત થઈ  એ પહેલાં લગભગ ત્રણ વરસ હું સિંગલ હતી. અમારી  મુલાકાત મારા કે  એના દેશને બદલે ત્રીજા જ કન્ટ્રીમાં થઈ હતી. પહેલેથી  જ અમે અમારી રિલેશનશિપ બાબતમાં સીરિયસ  હતા. અમારા મનમાં  એક વાત ક્લિયર હતી કે  આપણું અંતિમ ધ્યેય  મેરેજ કરવાનું છે.  અમે લગ્ન કરી,  મોમ-ડેડ  બનવા ઈચ્છીએ  છીએ.  મને નાનાં બાળકો કેટલાં વ્હાલાં  લાગે  છે  એ મેન્યુઅલ  જાણે  છે અને એ પોતે પણ ફાધર બનવા રેડી છે.’

ઈશાનો બોયફ્રેન્ડ  મેન્યુઅલ  કેમ્પોસ ગુએલર  એક સ્પેનિશ  અન્ત્રોેપ્રિન્યોર છે.  એના  પ્રેમમાં પડયા બાદ ઈશા સ્પેન, દિલ્હી અને મુંબઈ વચ્ચે આંટાફેરા  કરતી રહે છે. પોતે  ફિલ્મ ઈન્ડસ્ટ્રીની  કોઈ રેટ રેસમાં  નથી અને એને પોતાની અનુકૂળતાએ  ફિલ્મો કરવી ગમે છે એવો ખુલાસો કરતા મિસ ગુપ્તા કહે છે, ‘મારી   લાઈફમાં  મેન્યુઅલ આવ્યો એની મને બેહદ ખુશી છે.  એણે જ મને સ્પેનમાં  રેસ્ટોરાં  શરૂ કરવામાં મદદ કરી છે. મારા  ફેમિલીમાં  બધા સર્વિસ કરતા આવ્યા  છે. એટલે મેં કદી સ્વપ્નેય  વિચાર્યું નહોતું કે હું  કોઈ બિઝનેસ  કરીશ. હું તો એવું જ વિચારીને  મોટી થઈ છું  કે  કોઈ લૉ ફર્મમાં   પરમેનન્ટ જોબ કરીશ. મેન્યુઅલે મારી લાઈફ સિક્યોર  બનાવી દીધી છે એટલે હું એને ઘણીવાર  મજાકમાં  કરતી હોઉ ંછું કે હવે તું મને છોડીને જઈ નહિ શકે, તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે!’

તો શું મેન્યુઅલ  સાથેનાં પાંચ વરસના સંગાથ બાદ  ઈશા હવે ફેરા  ફરવા તૈયાર છે એવું પૂછાતાં  એ  કહે છે,  ‘મેરેજ તો ગમે ત્યારે થઈ શકે છે, પણ અત્યારે  હું મારી હેલ્થ પર  ફોકસ કરી રહી છું. અંત તો મારે લગ્ન કરીને બાળકોની મોમ બનવું છે.  મેં હંમેશા મા બનવાનાં સપનાં જોયા છે. મારે મન એનું અદકેરું મહત્ત્વ છે. ખરું કહું તો હું કિડ્સ  અને ડૉગ્સ વિના જીવવાનો વિચાર જ નથી કરી શકતી.’