સૌરાષ્ટ્ર સિંગતેલમાં જોવાયેલી પીછેહટ : એરંડા વાયદો પુન: રૂ.5700ને પાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે આયાતી ખાદ્યતેલોના ભાવ વધી આવ્યા હતા. આયાતી પામતેલના ભાવ વધી ૧૦ કિલોના રૂ.૯૦૦ને આંબી ગયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રાત્સાહક હતા. મલેશિયા પામતેલ વાયદો ૯૩ પોઈન્ટ વધ્યો હતો જ્યારે અમેરિકા સોયાતેલના ભાવ આજે પ્રોજેેકશનમાં ૪૧ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં આયાતી પામતેલના ભાવ રૂ.૮૯૨ વાળા વધી ૯૦૦થી ૯૦૨ રહ્યા હતા. હવાલા-રિસેલ તથા ડાયરેકટ ડિલીવરીના  મલીને ૩૫૦થી ૪૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૮૮૦ રહ્યા હતા.

દરમિયાન, સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ નરમ હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ ઘટી ૧૪૫૦થી ૧૪૬૦ તથા ૧૫  કિલોના રૂ.૨૩૨૫ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ રૂ.૯૨૫ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૧૦ તથા કપાસિયા તેલના રૂ.૯૯૫ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૯૧૫ તથા રિફાઈન્ડના રૂ.૯૫૦ રહ્યા હતા.

સનફલાવરના ભાવ વધી રૂ.૮૯૦ તથા રિફાઈન્ડના રૂ.૯૫૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ વધી રૂ.૧૧૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૨૦૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના ભાવ વધુ રૂ.૨ વધ્યા હતા. જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૦ ઉંચકાયા હતા જ્યારે એરંડા વાયદાના ભાવ રૂ.૨૫ વધી રૂ.૫૭૦૦ પાર સકરી રૂ.૫૭૧૦ રહ્યા હતા.

મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ એરંડા ખોળના રૂ.૧૦૦ વધ્યા હતા. જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૫૦૦ નરમં હતા. જોકેે અન્ય ખોળો શાંત હતા. મલેશિયા ખાતે પામ પ્રોડકટના ભાવ આજે ૫થી ૧૦ ડોલર ઉંચકાયા હતા. ચીનના બજારોમાં પણ આજે  પામતેલ તથા સોયાતેલના ભાવ ઉંચકાયા હતા. નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ વિવિધ ડિલીવરીના રૂ.૯૨૦થી ૯૨૫ રહ્યા હતા.

સોયાબીનની આવકો મધ્ય પ્રદેશમાં ૧ લાખ ૧૫ હજાર તથા મહારાષ્ટ્રમાં પણ ૧ લાખ ૧૫ હજાર ગુણી આવી હતી. મધ્ય-પ્રદેશમાં ભાવ રૂ.૪૫૦૦થી ૪૭૦૦ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવની આવકો રાજસ્થાનમાં ૪ લાખ ૩૫ હજાર તથા ઓલ ઈન્ડિયા આવકો ૭ લાખ ૨૫ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના ઝડપી વધી રૂ.૨૨૫  ઉંચકાઈ રૂ.૬૩૨૫થી ૬૩૫૦ રહ્યાના નિર્દેશો હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *