જાહ્વવી ભાવિ સાસુના ટીવી શોનું પણ પ્રમોશન કરવા માંડી

શિખરનાં મમ્મીનો ટીવી શો આવી રહ્યો છે.

જાહ્વવી અને શિખર બંને એકબીજાંના પરિવારો સાથે ઓતપ્રોત થઈ ચૂક્યાનું વધુ એક વાર સ્પષ્ટ

જાહ્વવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે. ખુદ બોની કપૂર પણ એવું સ્વીકારી ચૂક્યા છે કે શિખર ક્યારેય જાહ્વવીને નહિ તરછોડે. જાહ્વવી હાલ તુરંત શિખર સાથે લગ્નની કોઈ ઉતાવળ નહીં હોવાનું પણ સ્પષ્ટ કરી ચૂકી છે. જોકે, તાજેતરમાં જાહ્વવીએ શિખરની માતાના ટીવી શોનું પ્રમોશન કરી તે શિખરના પરિવાર સાથે આત્મીયતા ધરાવી રહી હોવાનો સંકેત આપ્યો છે. શિખરની માતા સ્મૃતિ શિંદેનો ટીવી શો  ‘માટી સે બંધી ડોર’ આવી રહ્યો છે. જાહ્વવીએ આ શો વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. તેમાં તેણે શિખરની માતાને આન્ટી તરીકે સંબોધન કરીને પોતાને તેમના પર ગર્વ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેણે પોતાના ચાહકોને પણ આ શો જોવાની અપીલ કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *