કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,એનિમલ હેલ્પલાઈન દ્વારા સ્ટાફ મિત્રો અને દર્શકો માટે લાઈવ સ્ટ્રીમ ટ્રેનીંગ સેમિનાર યોજાયો હતો. જેમાં ટ્રેનર કૌશલ માંડલિયાએ કમ્યુનિકેશન સ્કિલ્સ વિશે જાણકારી આપી હતી.કૌશલ માંડલિયાએ પાવર કમ્યુનિકેશન,સિક્સ ‘C’ ઓફ ગિવિંગ ગૂડ ઇન્ફોર્મેશન અને ટાઇપ્સ વર્તન બાબતે પ્રેઝન્ટેશનના મધ્યમથી વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. તેમણે સમજાવ્યું કે જ્યારે પણ આપણે કમ્યુનિકેશન કરીએ ત્યારે પહેલા પૂરી જાણકારી લેવી અને માહિતી લઇને પછી અભિપ્રાય પ્રસ્તુત કરવો જોઈએ. ત્યાર બાદ આપણે કેવા કેવા પ્રકારની ભૂલો કરીએ તેના વિશે જાણકારી આપી હતી. તે ઉપરાંત કમ્યુનિકેશનના અલગ-અલગ વિડીયો અને રમતો રમાડીને માહિતગાર કર્યા હતા અને દરેક વ્યક્તિમાં અલગ અલગ પ્રકારના વર્તન હોય છે તે વિષે માહિતગાર કર્યા હતા.તેમજ 80% કામની સમસ્યા સરખી રીતે કમ્યુનિકેશન ન થતું હોય તેમના લીધે થતી હોય છે. કમ્યુનિકેશન ત્રણ ભાગમાં વહેચાયેલુ હોય છે (1) જે આપણે બોલીએ છીએ (2) કયા ટોનમાં વાત કરીએ છીએ (3) બોડી લેંગ્વેજ વિશે માહિતી આપી હતી . ત્યાર બાદ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિત્તલ ખેતાણીએ સેમિનારનો સાર રજૂ કર્યો અને સ્ટાફ મિત્રોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી કૌશલ માંડલિયાનો આભાર વ્યકત કર્યો હતો.