અનંત-રાધિકા પ્રિ-વેડિંગ: જામનગર બાદ હવે ક્રૂઝ પર જશ્ન,

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ફરી તેમના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે. જુલાઈમાં બંને લગ્ન કરશે. પરંતુ આ પહેલા તેઓ ફરી એકવાર બીજું પ્રિ-વેડિંગ ફંક્શન કરવા જઈ રહ્યા છે. જેના માટે અંબાણી-મર્ચન્ટ પરિવારના સભ્યો અને બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થશે. 

ઇટલીમાં ક્રુઝ પર થશે સેલિબ્રેશન

મુકેશ અંબાણીએ ઈટલીમાં ક્રુઝ પર એક ભવ્ય પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ ક્રૂઝ ઈટલીથી ફ્રાન્સ જશે અને આ દરમિયાન દરિયાની વચ્ચે ક્રુઝ પર સેલિબ્રેશન થશે. આ ફંક્શન 29 મેથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. ‘લા વિટે એ અન વિઆજીયો’ નામના આમંત્રણ કાર્ડમાં આ બધી માહિતી આપેલી છે. “લા વિટે એ અન વિઆજીયો”નો અર્થ થાય છે ‘જીવન એક સફર છે.’ 

અનંત-રાધિકા પ્રિ-વેડિંગ ટ્રાવેલ પ્લાન

રિપોર્ટ્સ અનુસાર, યુરોપમાં લક્ઝરી ક્રૂઝના ટ્રાવેલ પ્લાનમાં ઈટલીથી સાઉથ ફ્રાન્સ સુધી એમ 4,380 કિલોમીટરના લક્ઝરી ક્રૂઝની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, અંબાણી પરિવારના હાઈ-પ્રોફાઈલ મહેમાનોની દરેક ઈચ્છા પૂરી કરવા માટે 600 હોસ્પિટાલિટી સ્ટાફ સ્થળ પર હાજર રહેશે.

મહેમાનો ઇટલીના આ શહેરમાં હાજરી આપશે

તમામ મહેમાનો ઇટલીના સિસિલીના પાલેર્મો શહેરમાં પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. જેના માટે 29મી મેના રોજ બધા એકસાથે ક્રુઝમાં જશે. જે દરમિયાન વેલકમ લંચ થીમ સાથે ક્રુઝના ફંકશનની શરૂઆત થશે. 29 મેની સાંજે થીમ ‘સ્ટેરી નાઇટ’ છે. તેમજ બીજા દિવસે ‘અ રોમન હોલીડે’ થીમ સાથે રાખવામાં આવી છે. 30 મેની રાતની થીમ ‘લા ડોલ્સે ફાર નિએન્ટે’ છે અને તે પછી બપોરે 1 વાગ્યે ‘ટોગા પાર્ટી’ થશે. બીજા દિવસે એટલે કે 31મી મેની થીમ ‘વી ટર્ન વન અન્ડર ધ સન,’ ‘લે માસ્કરેડ,’ અને ‘પાર્ડન માય ફ્રેન્ચ’  રહેશે. 1 જૂનની થીમ ઇટાલિયન સ્માર ડ્રેસ કોડ સાથે ‘લા ડોલ્સે વિટા’ હશે. આ કાર્ડ બાદ હવે ફેન્સ આ ફંક્શનની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.

સ્પેસ થીમ પર આધારિત છે આ પ્રિ-વેડિંગ

આ પ્રિ-વેડિંગ સ્પેસ થીમ પર આધારિત છે. જેમાં રાધિકા મર્ચન્ટ એક કસ્ટમ-મેઇડ ગ્રેસ લિંગ કોચર પીસ પહેરશે, જે 3D હશે અને એરોસ્પેસ એલ્યુમિનિયમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસ ગેલેક્ટીક પ્રિન્સેસના કોન્સેપ્ટથી પ્રેરિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *