મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને સાનુકુળતા થતી જાય. આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થાય. આનંદ રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં પ્રતિકૂળતા જણાય.
મિથુન – ધીમે ધીમે આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. આપના કાર્યમાં અન્યનો સહકાર પ્રાપ્ત થાય. મુલાકાત થાય.
કર્ક : આપના કામકાજને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ અનુભવો. અન્ય વ્યક્તિના લીધે ભાગીદારોમાં મનદુ:ખથી સંભાળવું.
સિંહ : ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા અને નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહ્યા કરે. માતૃપક્ષે ચિંતા-ખર્ચ રહે.
કન્યા : આપના કાર્યમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. જમીન-મકાન વાહનની લે-વેચના કામમાં આપે સહેજ પણ ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કાર્યમાં ભાઈભાંડુ વર્ગનો સહકાર પ્રાપ્ત કરી શકો. દેશ પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય. મિલન-મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.
ધન : જેમ દિવસ પસાર થાય માનસિક પરિતાપ વ્યગ્રતામાં વધારો થતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
મકર : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય. ઉદ્વેગ રહે.
કુંભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના દોડધામ, શ્રમમાં ઘટાડો થાય. પુત્ર-પૌત્રાદિકથી હર્ષ લાભ રહે.
મીન : આપના કાર્યમાં ધીરે ધીરે વ્યસ્તતા થતી જાય. આપના દોડધામ શ્રમમાં વધારો થતાં થાક-કંટાળો અનુભવાય.