બાહુબલી સીરીઝ દરમિયાન પ્રભાસ અને અનુષ્કા વચ્ચે ડેટિંગની અફવા ફેલાઈ હતી.

  બાહુબલીની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટી વિશે જે સમાચાર આવ્યા છે તે તેના અને પ્રભાસના ફેન્સને ચોંકાવી શકે છે. તેના ચાહકો પ્રભાસ સાથે તેના લગ્નનું સપનું જોઈ રહ્યા હતા. પણ એવા અહેવાલો છે કે અનુષ્કા શેટ્ટી એક્ટર પ્રભાસ સાથે નહીં પણ કન્નડ ફિલ્મ પ્રોડયુસર સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુષ્કા શેટ્ટીએ એક કન્નડ નિર્માતા સાથે સગાઈ કરી લીધી છે અને આ વર્ષના અંત સુધીમાં લગ્ન થશે. અત્યાર સુધી બંનેના ચાહકોને લાગતું હતું કે અનુષ્કા શેટ્ટી પ્રભાસને ડેટ કરી રહી છે. બંને ઘણા સારા મિત્રો છે અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘બાહુબલી’ સિરીઝમાં પ્રભાસ અને અનુષ્કાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી તેમના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા હતા. તેના લગ્નની પણ ચર્ચા થવા લાગી. રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શેટ્ટીએ કન્નડ ફિલ્મ પ્રોડયુસર સાથે સગાઈ કરી છે અને બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. પરંતુ અત્યાર સુધી અભિનેત્રી કે તેના પરિવાર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, અનુષ્કા જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે નિર્માતા ૪૨ વર્ષના છે અને અનુષ્કા શેટ્ટી પણ ૪૨ વર્ષની છે.

પ્રભાસ અને અનુષ્કાને તેલુગુ સિનેમાની હિટ જોડી માનવામાં આવે છે. 

ચાહકો હંમેશા આ જોડીને વાસ્તવિક જીવનમાં પણ સાથે જોવા માંગતા હતા. પરંતુ અનુષ્કા હંમેશા પ્રભાસને મિત્ર કહેતી હતી. થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં અનુષ્કા શેટ્ટીએ પ્રભાસ સાથેના તેના અફેરના સમાચાર પર કહ્યું હતું કે, ‘પ્રભાસ મારો એવો મિત્ર છે, જેને હું સવારે ત્રણ વાગ્યે પણ ફોન કરી શકું છું. અમારા નામો ઘણીવાર એકબીજા સાથે જોડાયેલા હોય છે કારણ કે અમે પરિણીત નથી, પરંતુ અમે ઓનસ્ક્રીન એક સુંદર કપલ બનાવીએ છીએ. જો અમારી વચ્ચે આવું કંઈ થયું હોત તો તે અત્યાર સુધીમાં બહાર આવી ગયું હોત.પ્રભાસે પણ આવી જ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેની અને અનુષ્કા વચ્ચે કંઈ નથી. તેમની ડેટિંગના સમાચાર માત્ર એક અફવા હોવાનો બંનેએ દાવો કર્યો હતો.

By admin