યોદ્ધાની નિષ્ફળતા પછી સિદ્ધાર્થને રોમેન્ટિક ફિલ્મ પર મોટી આશા.

બોલીવૂડમાં શ્રેષ્ઠ એક્શન હીરો ગણાતો સિદ્ધાર્થ મલ્હોત્રા મેડ્ડોક ઓફિસમાં દેખાતા તે ક્રિતિ સેનન સાથે નવી ફિલ્મમાં સહયોગ કરવાનો હોવાની અટકળો વહેતી થઈ છે. સિદ્ધાર્થના ચાહકો તેને ફરી રોમેન્ટિક રોલમાં જોવા આતુર છે અને આ સંભવિત જોડી આકર્ષક ચાર્મ અને કેમિસ્ટ્રીની દર્શકોને ખાતરી આપે છે. આ પ્રોજેક્ટ ફરતે થઈ રહેલી ચર્ચાએ સિદ્ધાર્થના ચાહકોને રોમાંચિત કર્યા છે અને દર્શકો આતુરતાથી આ બેલડીની ઓન-સ્ક્રીન મેજિક જોવા આતુર છે.

આ પ્રોજેક્ટ ઉપરાંત એવા પણ અહેવાલો છે કે અગાઉ સ્પાઈડર નામના પ્રોજેક્ટમાં અભિનય કરનાર સિદ્ધાર્થ હવે લવ સ્ટોરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાર્થે મુરાદ ખેતાની નિર્મિત દેસી માસ એક્શન એન્ટરટેનરના પ્રોજેક્ટમાં કામ કરવાનું નક્કી કર્યું છે. આ રોલમાં દર્શકોને તેની વર્સેલિટી અને વ્યક્તિત્વ બંને જોવા મળશે.૩૯ વર્ષીય સિદ્ધાર્થ  છેલ્લે સાગર આમ્બ્રે અને પુષ્કર ઓઝા દિગ્દર્શિત તેમજ રાશી ખન્ના અને દિશા પટ્ટણી અભિનિત યોદ્ધામાં જોવા મળ્યો હતો. પ્રારંભિક ઉત્તેજના છતાં યોદ્ધાને બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા નહોતી મળી. જો કે સિદ્ધાર્થના આગામી પ્રોજેક્ટ રોમાન્સ અને એક્શનના મિશ્રણ સાથે દર્શકોને જકડી રાખશે અને બોલીવૂડમાં એક અગ્રણી કલાકાર તરીકે તેની સ્થિતિ ફરી પુનર્સ્થાપિત કરશે એવી તેના ફેન્સને પૂરી આશા છે.

By admin