૨૦૦૧ની રાજકીય થ્રિલર નાયકઃધી રિયલ હીરોના ચાહકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ફિલ્મની સીક્વલ નાયક ટુનું કામ ચાલી રહ્યું છે અને અનિલ કપૂર તેમજ રાણી મુખર્જી ફરી તેમની જૂની ભૂમિકા ભજવશે તેની પુષ્ટી થઈ ચુકી છે. એસ.શંકર દિગ્દર્શિત મૂળ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી હતી અને તેથી જ તેની સીક્વલની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અહેવાલ મુજબ હાલ નાયક ટુની પટકથા લખાઈ રહી છે અને તેની વાર્તા અગાઉની ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી જ શરૂ થશે. 

સીક્વલમાં મુખ્ય પ્રધાન બનેલા ટીવી એન્કર શિવાજી રાવ અને તેના પરિવારનું તેના સત્તા પર આવ્યા પછી શું થયું તેના વિશે જણાવાશે. આ ફિલ્મમાં પણ ભ્રષ્ટાચાર, બાબુશાહી અને લોકશક્તિની વાત હશે.નિર્માતા દીપક મુકુટએ પ્રોજેક્ટની પુષ્ટી કરતા કહ્યું છે કે અનિલ કપૂર અને રાણી મુખર્જી સાથે પ્રારંભિક વાટાઘાટ શરૂ થઈ ગઈ છે. 

દિગ્દર્શકની જવાબદારી કોને સોંપવામાં આવશે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. ફિલ્મના ચાહકો શિવાજીરાવ અને તેના પરિવારના રિટર્નની રાહ જોઈ રહ્યા છે. તેમને ખાતરી છે કે નાયકની સીક્વલ મૂળ ફિલ્મ જેટલી જ થ્રિલર હશે.અનિલ કપૂર અને રાણી મુખર્જી તેમની અગાઉની ભૂમિકા ભજવવાના હોવાથી નાયક ટુ અતિ અપેક્ષિત સીક્વલ તરીકે ઊભરી આવી રહી છે. મૂળ ફિલ્મની સફળતામાં બંને લીડ કલાકારોના શક્તિશાળી પરફોર્મન્સનો મુખ્ય ફાળો હતો અને ફિલ્મના ચાહકો આ સીક્વલમાં તેનાથી ઓછી આશા નથી રાખતા.

By admin