કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ

પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અને ફિલ્મ ‘ડંકી ડ્રોપ 1’ , ડંકી ડ્રોપ 2 રિલીઝ કર્યા બાદ હવે ધીરે-ધીરે ફિલ્મના ગીતો અને નવા ટીઝર રિલીઝ થઈ રહ્યા છે. 1લી ડિસેમ્બરે ફિલ્મનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

ડંકીનું નવુ સોન્ગ રિલીઝ 

આજે કિંગ ખાનના ફેન્સને ડબલ સરપ્રાઈઝ મળ્યું છે. ફિલ્મના ડ્રોપ 3 સાથે, ફિલ્મનું નવું ગીત ‘નિકલે ધ કભી હમ ઘર સે’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને સોનુ નિગમે પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત હાલમાં માત્ર લિરિક્સ ફોર્મમાં જ છે.

આ ગીતમાં ચાર મિત્રોની અદ્ભુત સ્ટોરી અને વિદેશમાં પહોંચવાના તેમના પ્રયત્નો કહી રહ્યું છે. જે દરેક વ્યક્તિ જે પોતાના દેશથી દૂર છે અને સારા ભવિષ્યની શોધમાં છે તેવી લાગણીની અનુભુતિ કરાવી રહ્યું છે. 

શાહરૂખ ખાનની આ ફિલ્મ વાસ્તવિક જીવનની કહાનીઓથી પ્રેરિત મિત્રતાની સ્ટોરી છે. જે આ ગીતમાં પણ સ્પષ્ટ દેખાય છે. 

ફિલ્મની વાત કરીએ તો પોતાના સપનાને સાકાર કરવા માટે શરૂ થતી મુશ્કેલ પરંતુ જીવન બદલી નાખનાર યાત્રાને દર્શાવે છે. એક માસ્ટર કહાનીકારના રૂપમાં ઓળખ બનાવનાર રાજકુમાર હિરાનીની ફિલ્મો સૌથી વધારે પોપ્યુલર અને આકર્ષક ફિલ્મોમાંથી એક હોય છે.  ડંકી પ્રેમ અને દોસ્તીની એક કહાની છે જે અનેક પ્રકારની અલગ-અલગ કહાનીઓને એક સાથે જોડે છે. 

આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, ફિલ્મમાં તાપસી પન્નુ, વિક્કી કૌશલ, બોમન ઇરાની, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર જેવા અભિનેતાઓ જોવા મળશે. ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.