ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ પડી, રહેમાને કોનવેને LBW કર્યો આઉટ

આજે 16મી મેચ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ચેન્નઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. 

• સ્કોર 15 ઓવરમાં 80/1

• સ્કોર 10 ઓવરમાં 43/1

• ન્યુઝીલેન્ડની પહેલી વિકેટ પડી – ડેવોન કોનવે 20 રન બનાવીને આઉટ, રહેમાને LBW આઉટ કર્યો

• સ્કોર 5 ઓવરમાં 23/0

અફઘાનિસ્તાને ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરશે. અફઘાનિસ્તાને પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ન્યુઝીલનેન્ડની ટીમમાં નિયમિત કેપ્ટન કેન વિલિયમસન ઈજાના કારણે ટીમમાં નથી. તેના સ્થાને ટોમ લાથમ કેપ્ટનશીપ કરી રહ્યો છે. વિલિયમસનના સ્થાને ઓપનર વિલ યંગની વાપસી થઈ છે. તેણે નેધરલેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી.

બને ટીમોની પ્લેઈંગ ઈલેવન