“સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જનભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને વધુ તેજ બનાવવાનો કાર્યક્રમ સરકાર દ્વારા બે માસ લંબાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરતના અનેક વિસ્તારમાં સફાઇની કામગીરી વધુ સઘન બની રહી છે. ત્યારે લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે પાલિકા કમિશનર રોડ પર ઉતર્યા, લોકોને સ્વચ્છતા માટે કરી અપીલ કરી હતી. પાલિકાના ઉધના ઝોનના વિજયાનગરની મુલાકાત દરમિયાન દુકાનદારો સાથે સંવાદ કર્યો કર્યો હતો.

સુરત પાલિકા વિસ્તારમાં “સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સફાઈની કામગીરી થઈ રહી છે ત્યારે આજે પાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલા વિજયાનગરમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈની કામગીરી દરમિયાન પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ રોડ પર ઉતરીને લોકો સાથે સંવાદ કરતા નજરે પડ્યા હતા. તેઓએ આ વિસ્તારમાં દુકાન આસપાસ કચરો ન ફેંકવા માટે જાગૃત્ત કર્યા હતા. દુકાન પર આવતા ગ્રાહકોને પણ સ્વચ્છતા જાળવવા માટે દુકાનદારોને જણાવ્યું હતું. તમામ દુકાનોમાં ફરજિયાત ડસ્ટબીન રાખવા સૂચના આપી હતી. તેમણે સ્થાનિક સોસાયટીઓ પાસે બેસતા વડીલો સાથે પણ નિખાલસ ચર્ચા, સંવાદ કરી સ્વચ્છતા જાળવવા અને ‘સ્વચ્છ સુરત’ ના નિર્માણમાં સહભાગી બનાવા માટેની અપીલ કરી હતી. 

ઉધના ઝોન સાથે સાથે વરાછા બી ઝોન વિસ્તારમા આવેલા દરા ગામ પાસે રોડ રિપેરીંગ, રોડ ડિવાઈડર કલર કામગીરી કરવામા આવી હતી અને સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા માર્કેટ પાસે સંકલિત સફાઈ અને રોડ રિપેરીંગ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સિટીલાઇટ માર્કેટ ખાતે કલર કામગીરી પણ કરવામાં આવી હતી.