MP વિધાનસભા ચૂંટણીને લઈ આજે દિલ્હીમાં કોંગ્રેસનું મહામંથન

દેશના પાંચ રાજ્યમાં દિવાળી બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. એવામાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આજે દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજશે. આ બેઠકમાં મધ્યપ્રદેશમાં ઉમેદવારી માટે રાહ જોઈ રહેલા ઉમેદવારોના ભાવિનો પણ નિર્ણય થઈ શકે છે. આ બેઠકમાં લગભગ 150 બેઠકો માટે ઉમેદવારોના નામો પર મહોર લાગી શકે છે. 

આ બેઠકમાં કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહેશે 

દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ રાજ્યમાં પોતાની ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરશે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, કેસી વેણુગોપાલ, મધુસૂદન મિસ્ત્રી જેવા પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં એમપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, પ્રભારી રણદીપ સુરજેવાલા, એમપી સ્ક્રીનિંગ કમિટીના વડા જિતેન્દ્ર સિંહ, રાજ્યના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, કાંતિલાલ ભૂરિયા પણ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *