અમદાવાદમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક નિર્માણાધિન બિલ્ડિંગ સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકોના મોત થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના બની છે.

આ દુર્ધટનાની વધુ વિગત મુજબ ઘુમા વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા, જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયની સારવાર કારગત નીવડે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. હાલ આ દુર્ઘટનાને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *