સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં પાલિકાના વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટર ઘૂસી ગયા

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની ચાલુ સામાન્ય સભામાં વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટરો સહિત કેટલાક કાર્યકરો ઘૂસી જતા હોબાળો મચી ગયો હતો. કોર્પોરેટરોએ સામાન્ય સભામાં દલીલો ચાલુ કરી દેતા સામાન્ય સભાની કાર્યવાહી અટકાવીને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભાસ ચાલતી હતી તે દરમિયાન ગ્રાન્ટના મુદ્દે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત રજૂ કરી ત્યારે પાલિકાના હાલ નિમાયેલા વિપક્ષના ઉપનેતા મહેશ અણગડ કોર્પોરેટર વિપુલ સુહાગ્યા સહિત કેટલાક કાર્યકરો સામાન્ય સભામાં આવી પહોંચ્યા હતા. શાસક પક્ષના સભ્યોનું આ અંગે ધ્યાન જતા આ કોર્પોરેટરો કેમ આવ્યા તે પ્રશ્ન સાથે જ હોબાળો મચાવ્યો હતો. અમારી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી અને ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષના ઉપનેતા અને કોર્પોરેટરે હોબાળો મચાવ્યો હતો અને શાસક પક્ષના કોર્પોરેટરો સાથે તું તું  મેં મેં થઈ જતા સભા અટકી ગઈ હતી. સામાન્ય સભામાં કોર્પોરેટરો ઘૂસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને સામાન્ય સભા અટકી ગઈ હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલીવાર આવી રીતે કોર્પોરેટરો બેસી જતા મોટો વિવાદ ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *