ભારતીય વૉલીબોલ ટીમે કર્યું ઉલટફેર

ભારતીય મેન્સ વોલીબોલ ટીમ એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આજે ભારતીય ટીમે ભારતીય ગઈકાલે ડિફેન્ડિંગ રનર-અપ દક્ષિણ કોરિયાને હરાવીને અપસેટ સર્જ્યો હતો. ભારતીય વોલીબોલ ટીમે પાંચ સેટ સુધી ચાલી આ રોમાંચક મેચમાં દક્ષિણ કોરિયાને હરાવી ગ્રુપમાં ટોપ પર રહેતા એશિયન ગેમ્સ 2023ના નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવી લીધું છે. આગામી રાઉન્ડમાં ભારતનો મુકાબલો તાઈવાન અથવા મંગોલિયા સામે થશે.

ભારતીય ટીમ 5 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને

ભારતીય મેન્સ વોલીબોલ ટીમે ગ્રુપ-Cના અંતિમ મેચમાં દક્ષિણ કોરિયાને 2:38 કલાકમાં 3-2થી હરાવ્યું હતું. ભારતે આ મેચ 25-27, 29-27,25-22, 20-25,17-15થી જીતી હતી. ભારત તરફથી અમિત ગુલિયા અને અશવાલ રાયએ ભારતીય ટીમને મહત્વપૂર્ણ પોઈન્ટ્સ અપાવ્યા હતા. ભારતીય ટીમ 5 પોઈન્ટ્સ સાથે પહેલા નંબરે વિરાજમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *