એશિયન ગેમ્સ 2023માં આજે મહિલા ક્રિકેટ ઇવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચને વરસાદ ના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતની ઇનિગ દરમિયાન પણ વરસાદ વિલેન બન્યો હતો, જેના કારણે 15-15 ઓવરની મેચ રમાઈ હતી.

વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ 15 ઓવરની મેચમાં 173 રન બનાવ્યા હતા. ત્યાર પછી મલેશિયાની ઇનિંગ દરમિયાન માત્ર 2 બોલની રમત બાદ ભારે વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. હવે અમ્પાયર્સે સતત પડી રહેલા વરસાદના કારણે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *