નર્મદાના ધસમસતા પૂરમાં NDRFની બોટ પંચર પડતાં ફાયર બ્રિગેડે જવાનોનું રેસ્ક્યુ કર્યું

નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ફસાયેલા લોકોની મદદ એ આવેલી એનડીઆરએફની એક ટીમ ગુવારગામ પાસે ફસાઈ જતા આ ટીમનું વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નર્મદા નદીમાં છોડવામાં આવેલા 19 લાખ ક્યુસેક પાણીને કારણે ઘોડાપૂર આવતા અનેક ગામોમાં તબાહી મચી હતી. જેને કારણે ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફ, એસડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

આ દરમિયાન રામાનંદ આશ્રમ અને ગુવારગામ વચ્ચે એનડીઆરએફની એક ટીમ રેસ્ક્યુ માટે પહોંચી ત્યારે બોટ પંચર થઈ જતા સાત જવાનો સુરક્ષિત રીતે રામનાથ આશ્રમ સુધી પહોંચ્યા હતા. નજીકમાં જ વડોદરા ફાયરની ટીમ કામ કરી રહી હોવાથી એનડીઆરએફની ટીમે તેઓની મદદ માગી હતી.

વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ફસાયેલો લોકોની સાથે એનડીઆરએફ ના જવાનોનું પણ રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ તેમની પંચર પડેલી બોટ પણ બહાર કાઢી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *