વડોદરા શહેરને પાણી પૂરું પાડતા રાયકા દોડકાના કુવામાં ટરબીડિટી વધી જતા શહેરના દસ લાખ લોકોને પાણીનું સંકટ ત્રણ દિવસ ભોગવવું પડ્યું હતું પરંતુ હવે ફરી એકવાર તમામ કુવા માં ટરબીડીટી ઓછી થતા શહેરીજનોને પૂરા પ્રેસર થી પુરેપુરા સમય દરમિયાન પાણી મળી શકશે તેવું પાણી પુરવઠા ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. 

જોકે આગામી એકાદ બે દિવસ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી સાધારણ ડોહળું મળશે પરંતુ જે છેલ્લા બે દિવસથી ડોહળા પાણીની તકલીફ હતી એ મોટાભાગે તેનું નિવારણ થઈ ગયું છે જેથી સાધારણ ડોહળું પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજિત ૫ લાખ લોકોને મળશે.

આ ઉપરાંત હાલમાં વરસાદનું નવું પાણી આવ્યું હોવાથી પાણી ઉકાળીને પીવા સહિત ક્લોરિન ની ગોળી નાખીને પીવાનું વધુ હિતાવહ હોવાનું પણ પાલિકા તંત્ર દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *