આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરશે. ગઈકાલે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા- લોકસભામાં 33 ટકા અનામત રાખવાની માગ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રિય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી.

ગઈકાલે સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ હતી અને નવા સંસદભવનમાં પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમાં પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આજ સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા થશે જેમાં કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી ગૃહને સંબોધન કરશે. આજે વિશેષ સત્રનો ત્રીજો દિવસ છે ત્યારે આજે પણ ગૃહમાં હોબાળો થવાની શક્યતા છે, જો કે આજે બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થવાની સંભાવના છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *