સનાતનને ખતમ કરવાનો I.N.D.I.Aનો એજન્ડા’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે I.N.D.I.Aનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છે. 

પ્રધાનમંત્રી મોદીએ એક જનસભા સંબોધન દરમિયાન કહ્યું હતું  કે કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, આ સિવાય વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને ઘમંડી ગઠબંધન પણ કહી રહ્યા છે. મુંબઈ બેઠકમાં ઘમંડી ગઠબંધને નીતિ બનાવી છે. તેનો છુપાયોલો એજન્ડો છે. તેમની નીતિ જ ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. આ લોકો સનાતનને ટાર્ગેટ કરી રહ્યા છે. સનાતન પરંપરાને ખતમ કરવાનો વિચાર કરી રહ્યા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છે.

ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો

પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી ગઠબંધન પર ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે આ લોકોની નીતિ ભારતીયની આસ્થા પર હુમલો કરવાની છે. આ ઘમંડી ગઠબંધનની નિયત છે કે ભારતને જે વિચારો, સંસ્કારો, પરંપરાઓએ હજારો વર્ષથી જોડી રાખ્યો છે તેને તબાહ કરવાની છે.  જે સનાતનથી પ્રેરિત થઈને અહિલ્યા બાઈ હોલકરે દેશના ખુણે-ખુણેથી સામાજિક કાર્ય કર્યા, નારી ઉત્થાન જેના કાર્ય કર્યા, ઘમંડી ગઠબંધન તે સનાતનને, સંસ્કારોને સમાપ્ત કરવાનો સંકલ્પ લઈને આવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *