એશિયા કપ 2023ની ગ્રુપ સ્ટેજ મેચો સમાપ્ત થવા બાદ હવે સુપર-4 મેચો શરુ થઇ ચુકી છે. ભારતીય ક્રિકેટ ટીમને આ સુપર-4માં પ્રથમ મેચ 10 સેપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પર પણ વરસાદ થવાના કારણે રદ્દ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોલંબોમાં ઘણાં દિવસોથી સતત વરસાદ પડી રહ્યું છે. આ સ્થિતિમાં પલ્લેકેલેથી કોલંબો પહોંચેલી ભારતીય ટીમની તૈયારીઓ પણ આ વરસાદની અસર જોવા મળી રહી છે.

ભારતીય ટીમે એશિયા કપમાં પોતાની બંને લીગ મેચો કેંડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં જ રમી હતી. જેમાં પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી.જયારે નેપાળ સામે રમાયેલી બીજીમાં ડકવર્થ લુઇસ નિયમ હેઠળ પરિણામ આવ્યું હતું. હવે કોલંબોમાં થઇ રહેલો વરસાદ ભારતીય ટીમ માટે મુશ્કેલી પેદા કરી રહ્યો છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામેની મેચ માટે પોતાની તૈયારીઓને મજબૂત રાખવા માંગે છે, પરંતુ અહેવાલો અનુસાર વરસાદના કારણે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શકતા નથી.

શ્રીલંકાના હવામાન વિભાગના નિર્દેશકે આપેલા એક નિવેદનમાં જાણકારી આપી હતી કે 9 સેપ્ટેમ્બર બાદ કોલંબોના હવામાનમાં સુધારો જોવા મળશે. તડકો અને વાદળો છવાયા રહેશે પરંતુ ખુબ જ ઓછો વરસાદ પડશે. એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પણ કોલંબોમાં જ રમાનાર છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *