બેંક લોકરમાં રાખેલા પૈસા ઉધઈ ખાઈ જાય, ઘરેણા ચોરી થાય, તો કોણ ભરપાઈ કરે ?

આજ વર્તમાન સમયમાં લોકોને ઘરની તિજોરીમાં રાખવા કરતા બેંકની તિજોરીમાં  પોતાની કિંમતી વસ્તુઓ રાખવા વધારે સુરક્ષિત લાગે છે. કારણ કે અહી તેમના પૈસા, જરુરી કાગળો, સોનુ વગેરે રાખતા હોય છે. અને તે બાબત પણ સ્પષ્ટ છે કે બેંકમાં વધારે સુરક્ષિત રહે છે. પરંતુ જ્યારે બેંકના લોકરમાં કોઈપણ જાતનું નુકસાન થાય તો તેની જવાબદારી કોની, ગ્રાહકને તેનું વળતર કોણ ચુકવશે…..?

નવા નિયમો પ્રમાણે બેંકની જવાબદારી વધી ગઈ

આ વર્ષે ફેબ્રુઆરીમાં લાગુ કરવામાં આવેલા નવા નિયમો પ્રમાણે જો કોઈ વ્યક્તિ બેંક લોકરમાં કેશ, જવેરાત અથવા અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુઓ સામાન તેમજ દસ્તાવેજ જેવા મહત્વની વસ્તુઓ બેંકની લાપરવાહીના કારણે નુકસાન પહોચે છે તો તેવા કિસ્સામાં સંપુર્ણ જવાબદારી બેંકની રહેશે.

ગ્રાહકોને મળશે 100 ઘણુ વળતર

RBI એ તેના નવા નિયમોમાં સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે, બેંક લોકરમાં રાખેલા સામનમાં જો કોઈ નુકસાન થાય તો તેની સંપુર્ણ જવાબદારી બેંકની રહેશે, તેમજ બેંક ગ્રાહકના વાર્ષિક ભાડાના 100 ઘણુ વળતર આપવા બંધાયેલ છે. તેમજ જો લોકરમાં કોઈ નુકસાન થાય અથવા કોઈ ચોરી થાય છે તો પણ તેની બેંકે ભરપાઈ કરવી પડશે કારણ કે આવી ઘટનાઓ બેંકોની લાપરવાહી માનવામાં આવે છે. આવામાં બેંક ક્યારેય એવુ ના કહી શકે કે આ જવાબદારી અમારી નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *