કંપનીમાં નોકરીનો ઓફર લેટર આપી 12 લોકો સાથે 22.40 લાખની ઠગાઈ આચરી

શહેરમાં વિદેશમાં કામધંધો અપાવીને સારી કમાણી કરવાની લાલચ આપીને અનેક લોકો સાથે ઠગાઈ કરવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. શહેરમાં વેપારીઓ સાથે પણ પૈસા ટ્રાન્સફર કરવાની બાબતે છેતરપિંડીઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કંબોડિયામાં કામ આપીને સારી કમાણી કરવાની લાલચ આપવાની જાહેરાત અખબારમાં છપાવી હતી. આ જાહેરાત બતાવીને કેટલાક લોકો પાસે કંબોડિયા લઈ જવા માટે પૈસા ભરાવ્યા હતાં અને ત્યાર બાદ કંપનીનો ઓફર લેટર આપવામાં આવ્યો હતો. ટિકીટ થઈ ગયા બાદ મુલાકાત કરીએ એમ કહીને આરોપીએ 22.40 લાખનું ફૂલેકુ ફેરવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

અખબારમાં છપાયેલી જાહેરાત બતાવી વિશ્વાસ કેળવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે કશ્મીરુદ્દીન કુરેશી છુટક મજુરીકામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. નવેમ્બર 2022માં સુરેન્દ્રનગરના મુસ્તાક મોહબતખાન અંશારીએ કશ્મીરુદ્દીનને અખબારમાં છપાયેલી કમ્બોડીયા ખાતે ડ્રાઇવર, હેલ્પર તેમજ વર્કર વિગેરે બાબતેની નોકરી અંગેની જાહેરાત મોકલી આપી હતી. આ જાહેરાતમાં ઓછા ખર્ચે વિદેશ જવા મળશે ઉંચા પગાર મળશે. કશ્મીરુદ્દીને પરીવારના સભ્યો તેમજ મિત્રોને વિદેશ જવા બાબતેની વાતચીત કરતા અલગ અલગ બારેક વ્યકિતઓ વિદેશ ખાતે નોકરી કરવા જવા માટે તૈયાર થયા હતાં. આ બાબતે મુસ્તાક અંશારી સાથે ટેલીફોનિક વાતચીત કરતાં તેણે અમદાવાદ ખાતેની ઓફિસે બોલાવ્યા હતાં.કશ્મીરુદ્દીન સહિતના લોકો અમદાવાદ ખાતે આવતાં મુસ્તાક અંશારીએ ઓફિસમાં મુન્ના ચૌહાણ, દિનેશ યાદવ, વિધ્યા સાગર, ફૂતિકાની ઓફિસની મુલાકાત કરાવી હતી.ઓફિસના માણસોએ બધાને કમ્બોડીયા ખાતે વિદેશમાં ડ્રાઇવર, હેલ્પર તેમજ વર્કર નોકરી બાબતેની જાહેરાત બાબતેની માહિતી આપી હતી. 

આરોપીઓએ કાવતરૂ રચીને 22.40 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું

ત્યારબાદ બધાને કંબોડિયા ખાતેની કંપનીનો ઓફર લેટર આપી મેડીકલ કરાવવાનુ જણાવાયું હતું. બધાઅ અલગ અલગ તારીખે મેડીકલ રીપોર્ટ કરાવ્યો હતો. જે મેડીકલ રીપોર્ટ તથા તમામના અસલ પાસપોર્ટ મુસ્તાક મોહબતખાન અંશારીએ લઈ લીધા હતાં. મુસ્તાકે અંશારીએ તમામને ફોન કરીને જણાવ્યું હતું કે, વિઝા તૈયાર થઇ ગયા છે. જે વ્યકિત દિઠ  ફિના 1.40 લાખ રૂપિયા ભરવા પડશે. ત્યાર બાદ તેના માણસોએ ફરિયાદી સાથે આવીને વિશ્વાસ કેળવ્યો હતો અને પૈસા ભરવા જણાવ્યું હતું. પૈસા ભરાઈ ગયા બાદ આરોપીના માણસો તમામના પાસપોર્ટ લઈને ટિકીટ લેવા માટે ગયા હતાં. ફરિયાદી તેમના સાથીદારો સાથે રાજસ્થાન પરત ફર્યા હતાં અને બાદમાં મુખ્તાર અંશારીને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. આરોપીઓ કાવતરૂ રચીને 22.40 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવી ગયા હતાં. જેની ફરિયાદ અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *