વડોદરા શહેર એસ.ઓ.જી પોલીસ ટીમએ વડોદરા શહેરની હદમાંથી તડીપાર કરાયેલ હિતેશ જયંતીભાઈ રાણા (રહે -રાણાવાસ, ભાટિયા શેરી, છાણી) પોતાના ઘરે આવ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે ટોલનાકા બ્રિજ નીચે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આરોપીને ચાલુ વર્ષે એપ્રિલ મહિના દરમિયાન બે વર્ષ સુધી વડોદરા શહેરની હદમાંથી તડીપાર કર્યો છે. તેવી જ રીતે પીસીબી પોલીસે કુતરાવાડીમાં વોચ ગોઠવી અર્જુન ઉર્ફે ભોપલો સોમાભાઈ માછી (રહે -વુડાના મકાન, ગધેડા માર્કેટ પાસે ,કિશનવાડી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીને ચાલુ વર્ષે મે મહિના દરમિયાન બે વર્ષ માટે વડોદરા શહેરની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *