વધુ એક સીટી બસમાં મુસાફરો પાસે પૈસા લઈ ટિકિટ ના આપતા કંડકટરનો વિડીયો વાયરલ થયો

સુરત પાલિકાની સીટી બસમાં મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ નહીં આપતા વધુ એક કંડકટરનો આજે વિડીયો વાયરલ થયો છે. ટિકિટ મુદ્દે મુસાફરો સાથે માથાકૂટ થતાં વિડીયો બનાવનાર મુસાફર નો ફોન કંડકટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મુસાફરો ભેગા થઈ જતા કંડકટરનો ભાડો ફૂટી ગયો હતો.

સુરત મહાનગરપાલિકાની સીટી બસમાં કંડકટર અને ડ્રાઇવર સપ્લાય કરનારી એજન્સી કર્મચારીઓને પૂરતો પગાર ન આપતી હોવાની વ્યાપક ફરિયાદ છે. જેને કારણે કંડક્ટરો ચોરી કરીને પૈસા કમાતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સીટી બસમાં મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપતા હોવાના અનેક બનાવો બહાર આવ્યા છે. જોકે પાલિકા તંત્ર મૈન પાવર સપ્લાય કરનાર એજન્સી સામે પડી હોવાથી આ ચોરી અટકી શકતી નથી. સુરત મહાનગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાની ખોટ જઈ રહી છે. મુસાફર ટિકિટ વગર પકડાયો તો તેની સામે કોઈ કાર્યવાહી નહીં અને એજન્સીને દંડ કરવામાં આવે છે. ક્યારેક કંડકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે પરંતુ એજન્સી સામે કોઈ નક્કર પગલા ભરાતા ન હોવાથી આ ચોરી ચાલી જ રહી છે.

આજે સુરતની વધુ એક સીટી બસમાં કંડકટરનો દાદાગીરી કરતો વિડિયો વાયરલ થયો છે. વરાછા વિસ્તારની બસમાં કંડકટર પૈસા લઈને ટિકિટના આપતા એક મુસાફરે વિડીયો બનાવતો હતો. અન્ય મુસાફરો પણ દલીલ કરતા કંડક્ટરે કહ્યું તમારી ટિકિટ આપી દીધી છે ને તમે તમારું જુઓ. આવું કહીને વિડીયો બનાવનાર પેસેન્જરનો ફોન છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મુસાફર ભેગા થઈ જતા કંડકટર ફોન છીનવી શક્ય નહોતો અને તેનો દાદાગીરી કરતો અને કૌભાંડ કરતો વિડિયો વાયરલ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *