વડોદરા ફાયર બ્રિગેડ એક અગત્યની ઈમરજન્સી સેવા છે. જેમાં કોઈપણ ઇમરજન્સીના સમયે કોઈપણ કર્મચારી કે ભારદારી વાહનના ડ્રાઇવરની પણ જરૂરિયાત ઊભી થઈ શકે છે આવા ઈમરજન્સીના કામમાં પણ પાલિકા તંત્ર દ્વારા ભારદારી લાઇસન્સ ધારક કે પછી સ્કિલ્ડમેન પાવરની પણ કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની છે. પરિણામે ઇમર્જન્સીના સમયે શક્ય છે કે કોન્ટ્રાક્ટ બેઝના ડ્રાઇવર કે સ્કિલ્ડ મેન પાવર મળવામાં વિલંબ થાય અથવા તો મળે પણ નહીં એવા સંજોગો પણ સર્જાઇ શકે છે. ભારદારી લાઇસન્સ ધારક ડ્રાઇવર-સ્કીલ્ડ મેન પાવર મળીને કુલ 108 જેટલા કર્મીઓની કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા શરૂ કરાય છે.

પાલિકા સૂત્રોએ જણાવેલી વિગત એવી છે કે અગ્નિ સમાન અને તાત્કાલિક સેવાઓની જરૂરિયાત મુજબના હેવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરો અને સ્કિલડ મેનપાવર પ્રતિદિન આઠ કલાકના ધોરણે કુલ 108 વ્યક્તિઓની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની છે.પ્રતિદિન 8 કલાક કામકાજ પ્રમાણે 65+25+18 મુજબ ત્રણેય પાળીના મળીને કુલ 108 કર્મચારીઓની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવાની છે શહેરમાં અને હદ બહાર લોકોના ધ્યાનમાં ના રક્ષણ માટે તથા લોકો માટે એમ્બ્યુલન્સ અને ડેડબોડીવાનો સહિત પાણીના ટેન્કરની જરૂરિયાતની આવશ્યક સેવાઓ પૂરી પાડવાનું કામકાજ આવા કોન્ટ્રાક્ટ કર્મીઓ પાસેથી લેવામાં આવશે. ફાયર બ્રિગેડમાંથી પ્રતિ વર્ષ કાયમી 11 ડ્રાઇવરો એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર હાલમાં કાર્યરત છે પરંતુ શહેરની વસ્તી અને વિસ્તાર વ્યાપને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટર બેઝ પર ડ્રાઇવર સ્કીલ મેન પાવર અંગે આવશ્યક સેવાઓ પૂરી પાડવાની ફરજ પડી છે જેથી આ અંગેનું કામ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *