નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ ત્રિશુલી નદીમાં ખાબકતા 8 લોકોના મોત

નેપાળમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં ધાડિંગ જિલ્લામાં એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનાને પગલે આઠ લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મૃત્યુઆંક વધી શકે છે : પોલીસ

નેપાળના બાગમતી પ્રાંતમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર નેપાળના બાગમતી પ્રાંતમાં એક પેસેન્જર બસ મુખ્ય હાઇવે પરથી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ધાડિંગ પોલીસ વડા એસપી ગૌતમ મિશ્રાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ભયાનક અકસ્માત બાદ બસ ત્રિશુલી નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી, પરંતુ બચાવકર્તાઓએ બસની અંદરથી ઘણા મુસાફરોને જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *