25 લાખ ખર્ચીને પત્નીને કેનેડા મોકલી, વિદેશ પહોંચતાં જ પતિને ભૂલી ગઈ!

ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ 25 લાખ રૂપિયા ખર્ચીને પત્નીને નોકરી માટે વિદેશ મોકલી દીધી હતી. પરંતુ વિદેશ પહોંચતા જ પત્નીએ પતિ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ ઘટનાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. આ સ્થિતિમાં હવે પતિએ પોલીસમાં FIR નોંધાવી છે. તેનો દાવો છે કે પત્નીએ કહ્યું હતું કે વિદેશ ગયા પછી તે તેને પણ ત્યાં બોલાવી લેશે, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નથી.

પત્નીને 25 લાખ ખર્ચી કેનેડા મોકલી

મળેલી માહિતી અનુસાર પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર મકરંદપુર ગામના રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે લગ્ન બાદ મારી પત્ની વિદેશ જઈને નોકરી કરવા માંગતી હતી. પત્નીના આગ્રહ પર મેં લગભગ 25 લાખ રૂપિયા ખર્ચીને તેને કેનેડા મોકલી હતી. પતિના કહેવા પ્રમાણે- જતી વખતે પત્નીએ કહ્યું હતું કે તે મને પણ કેનેડા બોલાવશે, પરંતુ વિદેશમાં શિફ્ટ થયા બાદ છેલ્લા એક વર્ષથી તેની સાથે કોઈ વાત થઈ ન હતી. આ અંગે ફરિયાદ કરવા હું મારી પત્નીના ઘરે પહોંચ્યો ત્યારે સાસરિયાઓએ તેમની પુત્રીનો પક્ષ લીધો અને મારી સાથે ઝઘડો કર્યો.

સાસરિયાઓએ ઘરમાં ઘુસીને ખૂબ માર માર્યો

પતિનો આરોપ છે કે 20 એપ્રિલે તેના સાસરિયાઓએ ઘરમાં ઘુસીને તેને ખૂબ માર માર્યો હતો. જ્યારે મારા પિતાએ દરમિયાનગીરી કરી તો તેમનું પણ ઘણું અપમાન કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને ખૂબ જ આઘાત લાગ્યો અને તેઓ ડરી ગયા. જેના કારણે પિતા બીમાર પડ્યા અને તેમને હાર્ટ એટેક આવ્યો. વ્યક્તિએ તેના પિતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. ભારે મુશ્કેલીથી તેનો જીવ બચી ગયો. 

પાંચ લોકો વિરુદ્ધ  કેસ નોંધવામાં આવ્યો

વ્યક્તિએ જણાવ્યું કે સારવારમાં વ્યસ્ત હોવાને કારણે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શક્યો નથી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અને પિતાની સ્થિતિમાં સુધારો થતાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ પત્ની અને તેના પરિવાર સહિત પાંચ લોકો વિરુદ્ધ  કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાબત અંગે સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું હતું કે છેતરપિંડી વગેરે માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિચાર-વિમર્શના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મારો જમાઈ નશો કરે છે

આરોપી પત્નીના પિતાએ કહ્યું કે મારો જમાઈ નશો કરે છે. લગ્ન બાદ તે દીકરીને મારતો હતો. પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. કેસ પણ નોંધવામાં આવ્યો હતો. ઘણી વખત સમજૂતી થઈ છે પરંતુ દર વખતે માફી માંગ્યા પછી, તે ફરીથી તે જ કામ કરતો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે જમાઈ અને પુત્રીને વિદેશ જવા માટે પૈસા આપ્યા હતા. પણ મારી દીકરીના વિઝા મંજૂર થયા હતા અને જમાઈના નહોતા થયા. જેથી તે વિદેશ જઈ શક્યો ન હતો. તેના આરોપો ખોટા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *