મુંબઈમાં યોજાનારી INDIAની બેઠકમાં આમ આદમી પાર્ટી થશે સામેલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં યોજાનારી NDIAની બેઠકમાં આમ આદમી પાર્ટી સામેલ થશે. આ વાતની પુષ્ટિ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરી છે.

અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, અમે મુંબઈ જઈશું અને જે કંઈ રણનીતિ બનાવવામાં આવશે તેની જાણ કરવામાં આવશે. આ બેઠક મુંબઈમાં 31 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાઈ રહી છે. અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ વચ્ચે ઘણા મુદ્દા પર અસહમતિ જોયા બાદ એવી આશંકા હતી કે, તેઓ બેઠકમાં સામેલ થશે કે નહી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, સીએમ કેજરીવાલ આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. 

મુંબઈમાં INDIAની બેઠકમાં 26થી રાજકીય પાર્ટીના લગભગ 80 નેતાઓ સામેલ થવાની આશા છે. વર્તમાનમાં 26 પાર્ટી ગઠબંધનનો હિસ્સો છે અને બે દિવસીય બેઠક દરમિયાન વધુ પાર્ટી ગઠબંધનમાં સામેલ થવા માટે તૈયાર છે. આ બેઠકમાં ગઠબંધનના લોગોનું અનાવરણ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હું જે કહું છું તે કરું છું: અરવિંદ કેજરીવાલ

આ ઉપરાંત તેમણે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનું પણ એલાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “ચૂંટણી પહેલા મેં વચન આપ્યું હતું કે હું તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરીશ અને આજે હું તે કરી રહ્યો છું. હું જે કહું છું તે કરું છું. નિયમિત કરવું એક મોટું કાર્ય છે. બાકીના લોકોને પણ કાયમી કરવામાં આવશે. તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ દરેકને કાયમી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *