ઇમરાન પછી પીટીઆઇના બીજા મોટા નેતા પર તવાઈ

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના સહયોગી તથા પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. 

ગોપનીય ડિપ્લોમેટિક લેબલ લીક થવાના સંબધમાં ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પછી ૬૭ વર્ષીય તેહરીકે ઇન્સાફ પાર્ટીના વાઇસ ચેરમેનને ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એફઆઇએ)ના હેડકવાર્ટર લઇ જવામાં આવ્યા હતાં.

બે વખત વિદેશ પ્રધાન રહી ચૂકેલા કુરેશીની ઓફિસિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તે જ્યારે વિદેશ પ્રધાન હતાં ત્યારે પાકિસ્તાની દૂતાવાસે અમેરિકાને મોકલેલા સત્તાવાર કેબલની ગુપ્તતા જાળવવામાં આવી ન હતી.

ધરપક પછી કુરેશને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે સિફર કેસમાં એફઆઇએના એક દિવસના રિમાન્ડની માગને મંજૂરી આપી હતી.

જ્યુડિશિયલ મેજિસ્ટ્ેટ એહતીશામ આલમ ખાને ઓર્ડર ઇશ્યુ કરીને એફઆઇએને સોમવારે ફરીથી કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *