વડોદરાના વાઘોડિયા રોડ પર જુના કેસની અદાવત રાખી યુવક પર હુમલો

આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો બુરહાઉદીન યુસુફભાઈ લોખંડવાલા એમએસ યુનિવર્સિટીમાં બી.કોમનો અભ્યાસ કર્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 17મી તારીખે રાત્રે 12:00 વાગે હું મારા મિત્ર અહમદ મોટરવાલા સાથે વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી સામે આવેલા ગેલેક્સી પાનહાઉસની દુકાન પર પાન ખાવા માટે ગયો હતો. તે સમયે ત્યાં કરણસિંહ મહેન્દ્રભાઈ રાણા રહેવાસી જલારામ ચોક કિશનવાડી હાજર હતો તેની સાથે તેના ત્રણ મિત્રો પણ હતા. કરણ રાણાએ અગાઉ 12મી ફેબ્રુઆરીએ મારી કાકી આબેદાબેન સાથે થયેલ ઝઘડાના કેસની અદાવત રાખી મારી સાથે જ ઝઘડો કર્યો હતો અને મને ગાળો બોલી મારમાર્યો હતો. કરણ રાણાએ ચપ્પુ બતાવી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હું મારો જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન મને કોઈ ગંભીર ઈજા ન થઈ હોય દવાખાને સારવાર કરાવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *