અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના સવાલોના જવાબ આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, અમે વિચાર્યું હતું કે રાહુલ ગાંધી ચર્ચા શરૂ કરશે પરંતુ લાગે છે કે તેઓ બોલવા માટે તૈયાર નથી, કદાચ તેઓ મોડેથી સૂતા હશે.  મણિપુર પર દુબેએ કહ્યું કે, હું પોતે મણિપુરના ઈતિહાસનો શિકાર છું. મારા સંબંધી જે સુરક્ષા દળોમાં ઉચ્ચ હોદ્દા પર હતા તે આતંકવાદી હુમલામાં ઘાયલ થયા હતા.

વિપક્ષને બતાવ્યો અરીસો

વિપક્ષી એકતા પર નિશાન સાધતા નિશિકાંત દુબેએ કહ્યું કે, વિપક્ષમાં બેઠેલા થોડા લોકો જ ભારતનું સંપૂર્ણ સ્વરૂપ કહી શકશે. દુબેએ કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે લડી રહી છે પરંતુ તેમ છતાં કેન્દ્રમાં ગઠબંધન કરી રહ્યા છે. અમે લાલુ યાદવને જેલમાં નથી મોકલ્યા, કોંગ્રેસે તેમને જેલમાં મોકલ્યા છે. શરદ પવારને કોણે હટાવ્યા? કોંગ્રેસે શેખ અબ્દુલ્લાને જેલમાં ધકેલી દીધા. સીપીએમ દેશ વિરોધી પાર્ટી સાથે છે. નિશિકાંત દુબેએ કહ્યું કે ‘અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સોનિયા ગાંધી પુત્રને સેટ કરવા માંગે છે અને જમાઈને રજૂ કરવા માંગે છે. બીજેપી સાંસદે દાવો કર્યો કે, અમે 2024માં પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછા ફરીશું.

માત્ર રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે

દુબેએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે માત્ર રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે અને હજુ સુધી તેનો નિર્ણય આપ્યો નથી. રાહુલ ગાંધી કહે છે કે તેઓ માફી નહીં માંગે. બીજું તેમણે કહ્યું કે, ક્યારેય તમે સાવરકર નહીં બની શકો, સાવરકરે 28 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર કટાક્ષ કરતા નિશિકાંત દુબેએ કહ્યું કે, આ અવિશ્વાસ પ્રસ્તાવના બહાને વિપક્ષ જોવા માંગે છે કે કોણ સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *