અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક કેસની સુનાવણી માટે ત્રીજી વખત કોર્ટમાં હાજર થવુ પડ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મારા પર જે આરોપ લાગ્યા છે તેનાથી મને 2024ની ચૂંટણીમાં ફાયદો થવાનો છે.

અલાબામા રાજ્યમાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે,જ્યારે પણ એ લોકો કોર્ટમાં જાય છે ત્યારે ચૂંટણીમાં આપણને સરસાઈ મળે છે. આ ચૂંટણીમાં જીત મેળવવા માટે આ જ પ્રકારના એક વધારે કોર્ટ કેસની આપણને જરૂર છે. મારી સામે હજી એક કેસ થતાની સાથે જ આ ચૂંટણીનો અંત આવી જશે અને હરિફોને કોઈ મોકો નહી મળે.

ટ્રમ્પે ગુરૂવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન 2020ની ચૂંટણીમાં પરિણામ બદલવા માટે પ્રયાસો કર્યા હોવાના આરોપોને સ્વીકાર્યા નહોતા. આ વર્ષે ટ્રમ્પ સામે ત્રીજો કોર્ટ કેસ શરૂ થયો છે. જોકે આ સૌથી ગંભીર કેસ મનાઈ રહ્યો છે.

અમેરિકાની બાઈડન સરકાકે ટ્રમ્પ પર સત્તાફેરની શાંતિપૂર્ણ કાર્યવાહીમાં વિઘ્ન ઉભુ કરવાનો આરોપ મુકયો છે. બીજી તરફ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મને ટાર્ગેટ કરનારા લોકોને હું જોઈ લઈશ. જો તમે મારી પાછળ પડશો તો હું પણ તમારી પાછળ પડી જઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *