અમેરિકા યુક્રેનને એફ-16 આપવા તૈયાર

યુક્રેનની વાયુસેનાના પાયલોટસ માટે અંગ્રેજી ભાષાની જાણકારીનો અભાવ માથાના દુખાવા સમાન બની રહ્યો છે. 

યુક્રેનના 32 ફાઈટર પાયલોટસમાંથી આઠ જ ભાંગ્યુ તુટયુ અંગ્રેજી બોલી શકે છે અને સમજી શકે છે. જેના કારણે અમેરિકાના એફ-16 વિમાનો ઉડાવવાની તાલીમના પહેલા તબકકા માટે આ જ આઠ પાયલોટસની પસંદગી થઈ છે. 

રશિયાની મીડિયાએ દાવો કર્યો છે કે, બાકીના 20 પાયલોટસને બરાબર અંગ્રેજી બોલતા કે સમજતા આવડતુ નથી. યુક્રેનના પાયલોટસને ટ્રેનિંગ માટે આ મહિનાના અંતમાં  બ્રિટન મોકલવામાં આવનાર છે. જોકે તાલીમ ક્યારે શરૂ થશે તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ પ્રમાણે અમેરિકા યુરોપના દેશોના પ્રસ્તાવની રાહ જોઈ રહ્યુ છે. મળતી વિગતો પ્રમાણે અમેરિકા દ્વારા તાલીમ આપવા માટે એફ-16 વિમાનોના ફ્લાઈટ સિમુલેટર તથા બીજા ઉપકરણોને યુરોપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 

યુક્રેનના પાયલોટસને ડેનમાર્ક અથવા રોમાનિયામાં તાલિમ આપવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકાએ એફ-16 વિમાનો યુક્રેનને આપવાની તૈયારી સાથે એવી શરત મુકી છે કે, તેનો ઉપયોગ માત્ર આત્મ રક્ષણ માટે થવો જોઈએ. યુક્રેનની સરહદની બહાર આવેલા રશિયન ટાર્ગેટસ  માટે તેનો ઉપયોગ નહીં કરી શકાય. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *