મકરબા વિસ્તારમાં બિલ્ડિંગના રિનોવેશન સમયે પડી દિવાલ

ચોમાસામાં (Monsoon 2023) વરસાદ (Rain) વરસ્યા બાદ અનેક સ્થળોએ મકાન અને મકાનોની દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. અમદાવાદના મકરબા વિસ્તારમાં ઇનસેપ્ટન બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે બિલ્ડિંગમાં ત્રીજા માળે દિવાલ પડી (wall collapse) જતા કાટમાળ નીચે દબાઇને મજૂરનું મોત થયુ છે. રીનોવેશનના કામ સમયે પાર્ટીશન હટાવતી વખતે દીવાલ પડી હતી. કાટમાળ નીચે દટાઈ જતા શ્યામલાલ ડોડીયા નામના મજૂરનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી મૃતદેહ બહાર કાઢયો છે. મૃતક મજૂર રાજસ્થાનનો વતની હોવાનું સામે આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *