દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ હોવા છતાં, જમીનનો ચોથો ભાગ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. IMDએ ઓગસ્ટમાં નબળા ચોમાસાની આગાહી કરી છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

25.1 ટકા જમીનમાંથી 6.3 ટકા અત્યંત સૂકી

IIT-ગાંધીનગર દ્વારા સંચાલિત ભારતના પ્રથમ રીઅલ-ટાઇમ દુષ્કાળ-નિરીક્ષણ પ્લેટફોર્મ DEWSના ડેટા અનુસાર, દુષ્કાળની સ્થિતિ 27 એપ્રિલ, 2023ના રોજ 22.4, 26 જૂને 23.8 અને 19 જુલાઈએ 24.4 હતી. 26થી 31 જુલાઈ સુધી 25.1 ટકા શુષ્ક હતું. અગાઉના વર્ષની સરખામણીએ આ સમયગાળા દરમિયાન સૂકા ભૂમિ વિસ્તારમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એકંદરે 25.1 ટકા જમીનમાંથી 6.3 ટકા અત્યંત સૂકી છે જ્યારે 9.6 ટકા ગંભીર સૂકી સ્થિતિમાં છે. લગભગ 9.1 ટકા વિસ્તાર સાધારણ શુષ્ક સ્થિતિમાં છે.

સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો

દુષ્કાળગ્રસ્ત વિસ્તારો મોટાભાગે પૂર્વીય રાજ્યો ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગો પણ દુષ્કાળની ઝપેટમાં છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી અનુક્રમે 48, 46 અને 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત IMDએ 31 જુલાઈના રોજના તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 2023માં દક્ષિણપશ્ચિમ ચોમાસાની મોસમના બીજા ભાગમાં દેશમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *