દુધવાળો દુધમાં કરી રહ્યો હતો ભેળસેળ

મધ્યપ્રદેશના શ્યોપુરમાં કલેક્ટર સંજય કુમારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જે ચર્ચાનો વિષય બની હતી. કલેક્ટર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે તેમણે નદી પાસે દૂધવાળાને લોકોના ઘરે લઈ જતા પહેલા દૂધમાં ભેળસેળ કરતા જોયો હતો. 

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના મંગળવારની છે. શ્યોપુરને અડીને આવેલા ઢેંગડા ટાઉનશીપ પાસે મોરડોંગરી નદીના કિનારે એક વ્યક્તિ પાણી નાખીને દૂધમાં ભેળસેળ કરી રહ્યો હતો. ડીએમએ પોતે દૂધવાળાનો મોબાઈલમાં પાણી ભેળવતો વીડિયો કેપ્ચર કર્યો અને પછી દૂધવાળા પાસે ગયા. ડીએમએ દૂધવાળાને ઠપકો આપ્યો અને ભેળસેળવાળું દૂધ નદીમાં વહેવડાવ્યું અને દૂધવાળાને કડક ચેતવણી આપી હતી. 

આટલુ જ નહીં કલેક્ટરે ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરતા લખ્યું કે, ‘જ્યારે કલેક્ટર સંજય કુમાર આજે તેમના મોર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે તેઓ એક દુધવાળો ઢેગડા નદીમાંથી પાણી લાવીને દૂધમાં મિક્સ કરી રહ્યો હતો, જેના પર ક્લેક્ટરે દુધવાળાને આવુ ન કરવાની સલાહ આપી હતી, આ મામલામાં ડીએમ સંજય કુમારે જવાબદાર અધિકારીઓને આરોગ્ય સાથે રમત કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

કડક સૂચના આપતા,સંજય કુમારે ચેતવણી આપી કે, થોડા પૈસા માટે લોકોને ભેળસેળયુક્ત દૂધ ન આપવું જોઈએ. તે શરીરને નુકસાન પહોંચાડે છે. આ મામલામાં ડીએમ સંજય કુમારે જવાબદાર અધિકારીઓને આરોગ્ય સાથે રમત કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

કલેક્ટરની આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો હતો અને અન્ય ભેળસેળવાળા દૂધવાળાઓ પણ સતર્ક બની ગયા હતા. હવે કલેક્ટરની ટ્વિટર પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.